વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે ખેડૂતોને વિચિત્ર પીડાનો ડામ આપવામાં આવ્યો છે. જેમાં ગામમાં 60 ટકા સિંચાઇની સુવિધા એટલે 60 ટકા જમીનને કેનાલમાંથી પિયતની સુવિધા મળે છે. જ્યારે 40 ટકા જમીનમા પાણી મળતું ન હોવાથી આ જમીન વાંઝણી રહી જાય છે. પરિણામેં ખેડૂતો એકાદ બે પાક લઈ શકે છે. ખેડૂતોને ઘણીવાર પાકથી વંચિત રહેવું પડતું હોય એ ગામને 100 એ સો ટકા કેનાલમાંથી પાણી આપવાની માંગ ઉઠી છે.
વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના સરપંચ સોમૈયાબેન શેરસિયાએ કહ્યું હતું કે, તેમનું ગામ આશરે 200 વર્ષ જૂનું રાજાશાહી વખતનું ગામ હોય હાલ આ ગામની વસ્તી 1500ની અને મુખ્ય વ્યવસાયમાં ખેતી તેમજ મજૂરી હોય પણ 40 ટકા ખેતી કેનાલના પાણીથી વંચિત છે. પીવાના પાણીનું કોઈપણ જાતનું દુઃખ નથી. પણ આરોગ્ય સુવિધાની કમી છે. આ ગામમાં આરોગ્ય કેન્દ્ર ન હોવાથી બીમારીમાં અને ઇમરજન્સી વખતે 10 કિમિ દૂર જવાની ફરજ પડે છે. ગામના રોડ રસ્તા માત્ર 40 ટકા જ સારા હોય અને 80 ટકા ભૂગર્ભ ગટર અને કચરા માટે રીક્ષા, બે આંગણવાડી, સહકારી મંડળી, પ્રાથમિક શાળા ધો 1થી8ની વ્યવસ્થા છે. પણ આ નિશાળમાં હાલ પેચવર્કનું કામ ચાલુ હોવાથી સરપંચના ખર્ચે અન્ય જગ્યાએ બાળકોને અક્ષરજ્ઞાન આપવામાં આવી રહ્યું છે. આ ગામને જોડતા બીજા ગામ એટલે પાલધરા, જાલી, પલાસડી ભોજપરા સહિતના માર્ગો ખખડધજ છે. આ કાચા માર્ગો ચોમાસામાં ખરાબ થઈ જતા હોવાથી એને પાકા કરવાની માંગ છે. સરપંચ ના જણાવ્યા પ્રમાણે ગામનું તળાવ પણ ભુમાફિયા હડપ કરી ગયા છે.