Saturday - May 16, 2026

મોરબીની મચ્છુ નદીમાં ગેરકાયદે બનાવેલી દીવાલ હટાવવા મામલે રાજ્યના અધિકારીઓની ટીમે માપણી કરી

મોરબીની મચ્છુ નદીમાં ગેરકાયદે બનાવેલી દીવાલ હટાવવા મામલે રાજ્યના અધિકારીઓની ટીમે માપણી કરી

મોરબીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા મચ્છુ નદીના પટ્ટમાં ગેરકાયદે દિવાલ બનાવી દેવા મામલે ભારે વિવાદ ચાલી રહ્યો હોય ત્યારે આ સ્વામી. મંદિર દ્વારા તેમનું દબાણ ગેરકાયદે ન હોય અને રાજ્યના અધિકારીઓ પાસે આ દીવાલ સહિતના બાંધકામની માપણી કરાવવાની માંગ કરાઈ હતી. આથી રાજ્યના ચુંનદા અધિકારીઓની એસઆઈએલઆર દ્વારા વિવાદાસ્પદ  દીવાલની માપણી કરવામાં આવી છે.

મોરબીની મચ્છુ નદીમાં ગેરકાયદે બનાવેલી દીવાલ હટાવવા મામલે રાજ્યના અધિકારીઓની ટીમે માપણી કરી

મોરબીમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા મચ્છુ નદીના પટ્ટમાં દીવાલ સહિતનું મોટા પાયે બાંધકામ ખડકી દેવામાં આવતા પુર જેવી સ્થિતિમાં મોટી ખુવારી થાય તેવી ભીતિ દર્શાવીને જાગૃત નાગરિકોએ સ્થાનિક તંત્ર પાસે રજુઆત કરતા તંત્રએ આ બાંધકામ મામલે સઘન તપાસ કરતા સ્વામિનારાયણ સંસ્થાએ ખડકેલું દીવાલ સહિતનું બાંધકામ ગેરકાયદે હોવાનું બહાર આવ્યું હતું. આથી જે તે વખતે કલેકટરે આ બાંધકામને પ્રથમ દ્રષ્ટિએ ગેરકાયદે ઠેરવીને જો કદાચ નદીના પટ્ટમાં કાયદેસરનું બાંધકામ હશે તો પણ લોકોની સલામતી માટે દૂર કરવાની ખાતરી આપી હતી. પણ ત્યારબાદ ત્રણેક વખત નોટિસ આપ્યા છતાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયુ નથી. દરમિયાન સ્થાનિક કક્ષાની ડીઆઈએલઆરની માપણી ગેરકાયદે બાંધકામ થયું હોવાનું ખુલવા છતાં સ્વામી. સંસ્થાએ તેમનું બાંધકામ ગેરકાયદે ન હોવાનું જણાવી રાજ્ય કક્ષાની એસઆઈએલઆર ટિમ દ્વારા માપણી કરવાની માંગ કરાતા આજે ડીઆઈએલઆરની માપણી બાદ એસઆઈએલઆર દ્વારા માપણી કરવામાં આવી હતી. જમીનની માપણી કરી કલેકટરને રિપોર્ટ કરવામાં આવશે. જોકે રાજ્યની આ ટિમ દ્વારા પણ ગેરકાયદે બાંધકામ હોવાનું ખુલશે તો તેને તોડી પાડવામાં આવશે તેવું સુત્રો જણાવી રહ્યા છે.

મોરબીની મચ્છુ નદીમાં ગેરકાયદે બનાવેલી દીવાલ હટાવવા મામલે રાજ્યના અધિકારીઓની ટીમે માપણી કરી