મોરબી : ટુંક સમયમાં ચોમાસું આવી રહ્યુ હોવા છતાં તંત્ર દ્વારા મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી માળીયા ફાટક સુધી નવા બનતા રોડમાં હજુ ધણાં કામ બાકી હોવાનું જણાવી આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ કામ ઝડપભેર પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે. વધુમાં મોરબી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની દેખરેખ નીચે આવતા મોરબી જેતપર રોડના વાઇડ અને રિકન્સ્ટ્રક્શનના કામમાં રામધન આશ્રમથી મહેન્દ્રનગર ચોકડી સુધીમાં બાકી રહેલ કામ પૂર્ણ કરવાની જરૂર છે. જેમાં ફાઈનલ સરફેસ કોટ બાકી છે, ડીવાઈડર વચ્ચે બેઝ બનાવીને ફાઈનલ વર્ક પૂર્ણ કરવું, ડ્રેનેજ લાઇનના ઓપન ભાગને બંધ કરવા, મહેન્દ્રનગર નગર ચોકડી પર બ્રીજ નીચે રોડ કરવો આ બાકી કામ ઝડપી પુરૂ થાય તો લોકોને હાલાકી ન પડે.