Monday - Mar 09, 2026

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક આવેલ ઓરિન્ડા સિરામિક ફેક્ટરીની મજૂર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અજિતભાઈ રાજપાલસિંહ યાદવ ઉ.22 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પંખામાં મફલર બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.