Saturday - Jul 04, 2026

મોરબીમાં મિડીયેશન ફોર ધ નેશન અંતર્ગત 90 દિવસની મીડિયેશન ડ્રાઇવનો પ્રારંભ

મોરબીમાં મિડીયેશન ફોર ધ નેશન અંતર્ગત 90 દિવસની મીડિયેશન ડ્રાઇવનો પ્રારંભ

ડ્રાઇવમાં મોરબીની ડિસ્ટ્રીકટ કોર્ટ તથા તાલુકા કોર્ટના પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવામાં આવશે

મોરબી : તા. 1-7-2025ના રોજ નાસલા તથા MCPC દ્વારા મિડીયેશન ફોર ધ નેશન અન્વયે 90 દિવસની મીડિયેશન ડ્રાઇવ (મધ્યસ્થીકરણ ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર મોરબી જિલ્લાની ડિસ્ટ્રીકટ કોર્ટ તથા તાલુકા કોર્ટના પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવાના પ્રયત્નો કરવાના છે.

જે અંતર્ગત લાગુ પડતા કેસોમાં વધુમાં વધુ સુખદ સમાધાન થાય તે હેતુથી નામદાર કોર્ટમાંથી કેસોને મીડિયેશનમાં રીફર કરવાના પ્રયત્નો કરવાના રહેશે. ત્યારે તમામ પક્ષકારોને તેઓના કેસો જે સમાધાન લાયક કેસોમાં આવતા હોય જેવા કે, લગ્નજીવનની તકરારોને લાગતા કેસો અકસ્માત વળતરના કેસો, ઘરેલુ હિંસાના કેસો, ચેક બાઉન્સરના કેસો, કોમર્શિયલ વિવાદના કેસો, પાર્ટીશનના દાવાઓ, જમીન સંપાદનના કેસો, સર્વિસ મેટર, સમાધાન લાયક ફોજદારી કેસો, ગ્રાહક તકરારના કેસો, અને બીજા અન્ય સિવિલ દાવાઓ જેમાં સુખદ સમાધાન થાય અને કેસ સંપૂર્ણપણે પૂર્ણ થાય તે તમામ કેસો મધ્યસ્થીકરણમાં મુકાવવાના પ્રયત્નો કરવા, નામદાર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર.ગવઈ તથા ન્યાયમૂર્તિ સૂર્યકાંત સાહેબ, કારોબારી અધ્યક્ષ નાલસા નાઓના માર્ગદર્શન હેઠળ આ કેસોનો ત્વરિત નિકાલ થાય તે હેતુથી આ અભિયાન યોજવામાં આવેલ છે. તેથી સમગ્ર જનતાને આ અભિયાનનો લાભ લેવા માટે તેમજ પોતાનો કેસ જે કોર્ટમાં પડતર હોય તે કોર્ટમાં મીડિયેશનને રીફર કરવા માટે અરજી કરી તે કેસોનો મધ્યસ્થીકરણથી નિકાલ લાવવાના પ્રયત્ન કરવા માટે સંપૂર્ણ સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.