મોરબી :-આગામી તારીખ 26 માર્ચે રમત-ગમત,યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશ્નર,યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા સંચાલીત “યુથ પાર્લામેન્ટ“ નું આયોજન તારીખ 26/03/2025 એ કરવામાં આવનાર છે. “યુથ પાર્લામેન્ટ” અંતર્ગત 15 થી 29 વર્ષની વયજુથ ધરાવતાં મોરબી જિલ્લાના યુવક – યુવતીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
જેમાં (1) ભારતીય બંધારણના 75 ગૌરવ શાળી વર્ષ (2) વિકસીત ભારત 2047 (3) “વન નેશન વન ઇલેક્શન,વિકસીત ભારત માટે મોકળો માર્ગ “ આ વિષય પર ગુજરાતી,હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં પાંચ મિનિટની સમય મર્યાદામાં પોતાનું વકતવ્ય આપવાનું રહેશે. આ સ્પર્ધા માટે તા.26-03-2025ના રોજ સાર્થક વિદ્યામંદિર,મોરબી ખાતે સવારે 11.00કલાકે ભાગ લેવા હાજર રહેવાનું રહેશ,રજિસ્ટ્રેશન માટેનો સમય સ્પર્ધા સ્થળ ખાતે સવારે 11.00 થી 11.30 સુધીનો રહેશે.
રજિસ્ટ્રેશન સ્થળ પર આધાર કાર્ડ,બેંક પાસ બુક/ચેકની નકલ અચૂક જમા કરાવવાની રહેશે, સ્પર્ધામાં વિજેતા પ્રથમક્ર્માંક,દ્રિતિય,અને તૃતીય સાથે સાત આશ્વાસન પુરસ્કાર પણ આપવવામાં આવશે, તેવુ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.