Thursday - Jun 25, 2026

લ્યો બોલો ! વાંકાનેરના પંચાસર ગામે 400 મણ ડુંગળીની ચોરી

લ્યો બોલો ! વાંકાનેરના પંચાસર ગામે 400 મણ ડુંગળીની ચોરી

વાંકાનેર શહેર અને તાલુકામાં ગઈકાલે ઘેટા બકરાની ચોરી થયા બાદ વધુ એક ચોરીની ઘટના સામે આવી છે જેમાં પંચાસર ગામેથી 3 લાખની કિંમતની 400 મણ ડુંગળીની ચોરી થઈ જતા ખેડૂતે ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકાના પંચાસર ગામની સીમમાં વાડી ધરાવતા ઇમરાનભાઈ રસુલભાઈ ભોરણીયાએ પોતાના શિયાળુ પાકની 400 મણ ડુંગળી રફીકભાઈ રસુલભાઈ શેરસિયાના કુકડા કેન્દ્રમાં રાખી હોય જ્યાંથી અજાણ્યા તસ્કરો ગત તા.4ના રોજ 3 લાખની કિંમતની ડુંગળી ચોરી કરી જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.