એક વંડામાંથી પથ્થરોના ઘા થતા રોડ પર પસાર થતા વાહનચાલકો ભયભીત બન્યા
મોરબી : મોરબીના રાજપર ગામ નજીક રોડ ઉપર આજે રાત્રીના સમયે કોઈએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અનેક વાહનોને નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે.
મોરબી તાલુકાના રાજપર- ચાચાપર રોડ ઉપર રાજપર ગામથી એકાદ કિમિ દૂર રાધે રેસિડેન્સી સામે વંડામાંથી કોઈએ ઓચિંતો પથ્થરમારો શરૂ કર્યો હોવાની ઘટના બની છે. જેમાં 6થી 7 વાહનોને નુકસાન થયું છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થઈ ગયા હતા. બીજી તરફ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી છે. કોણે આ પથ્થરમારો કર્યો અને શું કારણોસર પથ્થરમારો કર્યો તે હજુ સામે આવ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર ખેતરમાંથી પથ્થરોના ઘા થયા હતા. આ ખેતરમાં જઈ તપાસ કરી પણ કોઈ વ્યક્તિ મળી આવ્યા નથી.