મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વાગડીયા ઝાપા નજીકથી આરોપી રવિ ચંદુભાઈ ધામેચા રહે.ખાડી વસાહત, ખાખરેચી વાળાને આઠ પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની ફીરકી કિંમત રૂપિયા 3200 સાથે ઝડપી લીધો હતો.આરોપીની પૂછતાછમાં ચાઈનીઝ દોરાની આ ફીરકી આરોપી લાલજીભાઇ રહે.જેતપર તા.મોરબી વાળા પાસેથી ખરીદી કરી હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.