Friday - May 01, 2026

વાંકાનેરના કાછીયાગાળા ગામે માતાજીના મંદિરમાંથી તસ્કર ચાંદીના છતર ઉઠાવી ગયો

વાંકાનેરના કાછીયાગાળા ગામે માતાજીના મંદિરમાંથી તસ્કર ચાંદીના છતર ઉઠાવી ગયો

સીસીટીવી ફુટેજના આધારે એક આરોપીની ઓળખ થતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી

મોરબી : વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામમાં આવેલ બુટ ભવાની માતાજીના મંદિરમાં દર્શન કરવાને બહાને બે અજાણ્યા ઈસમોએ ચાંદીના 500 ગ્રામ વજનના બે છતરની ચોરી કરતા સીસીટીવી ફુટેજના આધારે એક વ્યક્તિના નામજોગ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરી અંગેની ફરિયાદ નોંધાઇ છે.