Wednesday - Jul 22, 2026

મોરબીમાં નાના લગ્ન પાંચ લાખથી શરૂ થાય ને મોટા લગ્નમાં પાંચ કરોડ સુધીનો ખર્ચ..

મોરબીમાં નાના લગ્ન પાંચ લાખથી શરૂ થાય ને મોટા લગ્નમાં પાંચ કરોડ સુધીનો ખર્ચ..

મોરબીમાં દિવાળી પછી જ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ હતી. કારતક માસમાં એક દિવસ પણ એવો કોરો ગયો ન હતો કે જ્યાં લગ્નની શરણાઈ ગુંજી ન હોય. જાણીતા શાસ્ત્રી વિપુલભાઈ શાસ્ત્રી કહે છે કે, કારતક મહિનાથી જ લગ્નની ભરપૂર સિઝન રહે છે અને માગશર મહિનામાં ભગવાન રામના લગ્ન થયા હોય આ માસ લગ્ન માટે ઉત્તમ અને શુભ મનાય છે. એટલે એકંદરે મોરબીમાં કારતક માસથી માગશર માસ અને કમુરતા સુધીમાં આશરે 2 હજાર લગ્નો યોજાઈ જશે. અત્યાર સુધીમાં ઘણા બધા લગ્નો લેવાય ચુક્યા છે. અને હજુ પણ હજાર જેટલા વધુ લગ્નો યોજાશે. આથી મોરબીની શેરી ગલી લગ્નની શરણાઈથી ગુંજી ઉઠી છે. લગ્નની વિધિ કરાવનાર ગોર મારાજ એટલા વ્યસ્ત છે કે તેમની પાસે એક દિવસમાં ત્રણ ત્રણ લગ્નો પાર પડવાના હોય છે. જ્યારે લગ્નો અને રિસેપ્શન માટે વાડી, હોલ, હોટલ અગાઉથી બુક થઈ ગયા છે. લગ્નો માટે હવે સામાન્ય વર્ગમાં પણ ફિલ્મો કે ટીવી સિરિયલની, હલદી, મહેંદી જેવી ઘણી રસમો યોજાઈ છે. ભરપૂર લગ્નોને કારણે દરેક લોકો વ્યસ્ત છે. કારણ કે, પોતાના ઘરે લગ્ન પ્રસંગ ન હોય પણ સગા સ્નેહી કે મિત્રોના ઘરે લગ્નો હોવાથી લગ્નમાં હાજરી આપવી મહત્વની બની જાય છે. સામાન્ય અને મધ્યમ વર્ગ કરતા માળેતુજાર એટલે શીમત વર્ગ દેખાદેખીમાં લગ્નોમાં લખલૂટ ખર્ચા કરે છે.એટલે ઘણાં લોકો ખર્ચાથી બચવા સમુહલગ્ન કરે છે. જ્યારે લગ્નો ફૂલ બજાર, કપડાં, સોનાના દાગીના,શરણાઈ,બેન્જો પાર્ટી, કરિયાવર સહિતની સામગ્રીમાં તેજીનો માહોલ છે.

કન્યા વિદાયના કરુણ પ્રસંગથી સૌ કોઈ ભાવુક બને છે

લગ્ન એરલે ખુશીનો અવસર છે. એટલે કન્યા અને વરપક્ષમાં ફટાણા અને ગીતોની રમઝટ ચાલે છે. આખો દિવસ ખુશીનો માહોલ હોય છે. પણ સાંજે જેવો કન્યા વિદાયના પ્રસંગ આવે ત્યારે કન્યા પક્ષના લોકો રડી પડે છે.આ જોઈને વર પક્ષના લોકો પણ ભાવુક બની જાય છે.જેમાં જાણીતા કવિ અનિલભાઈનું કન્યા વિદાયનું કાવ્ય કન્યા પક્ષના અને ખાસ મા બાપ અસરકારક છે. જેમાં સમી સાંજે ધીમો ધીમો ઢોલ ઢબુકતો, કેસરીયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. આ કાવ્ય પકિત મા-બાપ, ભાઈ સહિતના પરિવારને છોડીને જતી દીકરીની વેદના સમાયેલી છે.

બેય વર્ષ ફાયદાકારક

અગાઉના જમાનામાં કન્યા પક્ષ કે વર પક્ષ જાતે જ ભોજન તૈયાર કરતો અને પંગતમાં બેસાડીને જમાડતો, પણ હવે અદભુત ભોજન તૈયાર કરતા કેરેટર્સની ડિમાન્ડ ખૂબ જ વધી છે. એટલે સુધી સામાન્ય વર્ગ પણ કેરેટર્સની પાસે લગ્નનો તમામ જમણવાર તૈયાર કરાવે છે. એટલે મોરબી હાલ તમામ કેરેટર્સની પાસે 8થી10 લગ્નોના ઓડર છે. ઉત્તમ કેરેટર્સ વાળા કહે છે લગ્નોના જમણવારના ખૂબ જ ઓર્ડર છે એટલે શ્વાસ લેવાની પણ ફુરસદ નથી. જ્યારે સંજયભાઈ કેરેટર્સવાળા કહે છે કે, લગ્ન ઘણા ઓર્ડર લેવાય ગયા છે અને એ પુરા પણ થઈ ગયા છતાં માગશર મહિનામાં પણ ઓર્ડર વધુ આવવાના હોવાથી 2024 અને 2025નું વર્ષ અમારા માટે ફળદાયી રહેશે.

લાડવાનું સ્થાન અવનવી મીઠાઈએ લીધું, હાલ શિયાળામાં રબડી અને લચકા ની માંગ વધુ છે.

આજથી 20 વર્ષ પહેલાં લગ્નના જમણવારમાં લાડુનું મહત્વ વધુ હતું. લાડુ ન હોય તો જમણવાર ફિકો લાગે છે.લાડુ ન હોય તો વાતો પણ થતી હતી. પણ હવે લાડવાનું સ્થાન અવનવી મીઠાઈએ લીધું છે.ફરસાણ અને મીઠાઈના વેપારી કહે છે કે, લગ્નોમાં લાડુ ગાયબ થઈ ગયા છે હવે વિવિધ પ્રકારની મીઠાઈ ચાલે છે, બાસુંદી, મેસુબ, રબડી, જાંબુ,હલવો, લચકો અને ખાસ રબડી અને કાળા જાંબુનનો ખાસ ઓર્ડર આપવામાં આવે છે. ઓર્ડર પ્રમાણે જ આવી મીઠાઈ બનાવવામાં આવે છે. હાલ લગ્નની સિઝનને કારણે મીઠાઈમાં તડાકો પડી ગયો છે.

દિવાળી પછી પણ ફટાકડાની સિઝન ચાલી

લગ્નોમાં ફટાકડાનું મહત્વ વધુ હોય છે. દિવાળીમાં તડાકો પડી ગયા બાદ હવે લગ્નની સિઝન ચાલતા ફટાકડાની ડીમાંડ વધી છે.શહેરમાં કાયમી ફટાકડાનું લાયસન્સ ધરાવતા ફટાકડાના હોલસેલ વેપારીઓની દિવાળી બાદ લગ્નની સિઝન ફળી છે. ખાસ કરીને મોટા મોટા અને આકાશમાં સપ્તરંગી રંગોળી થાય તેવા ફટાકડાનું ચલણ વધ્યું છે.

રોજગારી નો મોટો સ્કોપ

હાલ લગ્નની સિઝનમાં અવનવા ઇવેન્ટ ઉમેરતાં તેમની સાથે સંકળાયેલા વિવિધ લોકોને રોજગારીનો બહુ મોટો સ્કોપ મળી રહ્યો છે, ખાસ કરી ને સોની,કંદોઈ, મંડપ સર્વિસ, કેટરર્સ,ગાયક, સાજીદા, ઢોલી, ત્રાસા પાર્ટી, ડેકોરેશન વાળા, એન્કર, બ્યુટી પાર્લર, ફોટોગ્રાફર, વિડીયો શુટીંગ, ઠંડા પીણા વાળા, સ્પેશિયલ પાન વાળા, ચાટ વાળા, જેવા અનેક લોકોને લગ્ન ની આ સિજન ખુબ ફલિત થઈ રહી છે.