Saturday - Jul 18, 2026

નાના બાળકોએ પક્ષીઓના જીવ બચાવવા દોરાની 160 કિલો ઘુંચ એકત્ર કરી

નાના બાળકોએ પક્ષીઓના જીવ બચાવવા દોરાની 160 કિલો ઘુંચ એકત્ર કરી

બાળકોએ હોંશભેર કર્યું જીવદયાનું કાર્ય : પક્ષીઓ દોરાની ઘુંચમાં ફસાઈ નહિ તે માટે બાળકોએ ઠેક-ઠેકાણેથી દોરાની ઘુંચો એકત્ર કરી શાળાને સોંપી

મોરબી : ઓમ શાંતિ વિદ્યાલયના નાના એવા બાળકોએ મોટું કામ કરીને બતાવ્યું છે. પક્ષીઓના જીવ બચાવવા માટે આ બાળકોએ જહેમત ઉઠાવીને અધધધ 160 કિલો દોરાની ઘુંચ એકત્ર કરી શાળાને સોંપી દીધી છે.

નાના બાળકોએ પક્ષીઓના જીવ બચાવવા દોરાની 160 કિલો ઘુંચ એકત્ર કરી

ઉતરાયણના દિવસે પતંગ ઉડાડતા લોકો જે નકામો દોરો અગાસી પરથી નીચે તેમજ કચરામાં ફેંકી દયે છે. આ ઘુંચ પક્ષીઓ માટે જોખમી હોય છે. પક્ષીઓ તેમાં ફસાઈ જાય તો કોઈ મનુષ્યની મદદ વગર નીકળી ન શકે. પક્ષીઓને અપાર વેદના અને દુઃખ ભોગવવા પડે છે. ઉપરાંત આ ઘુંચ ખાવાની ચીજ વસ્તુ સાથે ગાયમાતાના પેટમાં જાયતો તેને પણ અસહ્ય પીડા થાય. ત્યારે ઓમશાંતિ વિદ્યાલય શાળાના વિદ્યાર્થીઓએ ઠેક-ઠેકાણેથી આવી 160 કિલો એટલેકે 8 મણ ઘુંચ એકત્ર કરી જીવદયાનું કાર્ય કર્યું છે. આ માનવતા ભર્યા કાર્યએ સમાજમાં અબોલ પશુ-પક્ષીઓ માટે સેવાની એક મિશાલ કાયમ કરી છે.

નાના બાળકોએ પક્ષીઓના જીવ બચાવવા દોરાની 160 કિલો ઘુંચ એકત્ર કરી