Saturday - Apr 18, 2026

મોરબીમાં પાંચ સ્થળે રેડ પાડી વિદેશી દારૂ સાથે છને ઝડપી લેવાયા

મોરબીમાં પાંચ સ્થળે રેડ પાડી વિદેશી દારૂ સાથે છને ઝડપી લેવાયા

મોરબી : મોરબી શહેરમાં ઉમિયા સર્કલ, ગાંધીચોક, નવલખી રોડ તેમજ ત્રાજપર ચોકડી પાસેથી સીટી એ અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ પાંચ દરોડામાં છ આરોપીઓને વિદેશી દારૂની નાની - મોટી બોટલો સાથે ઝડપી લીધા હતા જેમાં ઉમિયા સર્કલ પાસે કારમાં 12,200 રૂપિયાની એક બોટલ લઈને નીકળેલો આરોપી પણ ઝડપી લેવાયો હતો.

પ્રથમ દરોડામાં ઉમિયા સર્કલ પાસેથી એ ડિવિઝન પોલીસે આરોપી મિત પટેલ મોરબી વાળાને કારમાં ગ્લેનલિવિટ બ્રાન્ડ દારૂની એક બોટલ કિંમત રૂ.12,200, સાત લાખની કાર તેમજ 70 હજારના મોબાઇલ સાથે ઝડપી લઈ દારૂની બોટલ આપનાર શખ્સના મોબાઈલ નંબર કઢાવી બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.બીજા દરોડામાં ગાંધીચોકમાં દારૂ પી લથડીયા ખાતા આરોપી કિશન દિલીપભાઈ કાનાબાર રહે.આનંદનગર, પાપાજી ફનવર્ડ પાછળ, મોરબી વાળાને વિદેશી દારૂની 180 મીલી બોટલ કિંમત રૂપિયા 230 સાથે ઝડપી લીધો હતો.

ત્રીજા દરોડામાં નવલખી રોડ પર કુબેરનગર નાકા પાસેથી એ ડિવિઝન પોલીસે આરોપી રોહિત ધનજીભાઇ છીપરિયા રહે.યમુનાનગર અને આરોપી ધીરજ ગોવિંદભાઇ ચાવડા રહે.કુબેરનગર વાળાઓને વિદેશી દારૂના 180 મીલીના ચાર ચપલા કિંમત રૂ.480 સાથે ઝડપી લીધા હતા.જ્યારે સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી પાસે બે અલગ અલગ દરોડામાં આરોપી રાહુલ રામજીભાઈ માકડિયા રહે.પાવન પાર્ક અને વિનય પરસોત્તમભાઈ પટેલ રહે.હરિઓમ પાર્ક, ઘુંટુ રોડ, મોરબી વાળાઓને વોડકા દારૂના 180 મીલીના એક એક ચપલા કિંમત રૂપિયા 160 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.