Friday - Oct 16, 2026

રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ માટે મોરબીમાંથી છ ખેલાડીઓની પસંદગી - "મોરબી માટે ગર્વની ક્ષણ"

રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ માટે મોરબીમાંથી છ ખેલાડીઓની પસંદગી -

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આયોજિત વેસ્ટ ઝોન ટુર્નામેન્ટમાં તેમના પ્રદર્શનના આધારે વેસ્ટ ઝોનની ટીમોને રાષ્ટ્રીય સ્તરે રમવાની જાહેરાત કરવામાં આવી હતી.
જેમાં મોરબી શહેરના 6 ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં અંડર-14 ટીમમાં ઝિલ કાનાણી, અંડર-17 ટીમમાં વર્ચસ્વ શર્મા, દીવ જોટાણીયા અને અંડર-19 ટીમમાં , યક્ષ ગોધાણી, પ્રણવ જોષી અને અંશ ભાકરનો સમાવેશ થાય છે.
જેમાં જાહેર કરાયેલા ખેલાડીઓ પૈકી એક યક્ષ ગોધાણી નાલંદા વિદ્યાલય મોરબી અને બાકીના પાંચ ખેલાડીઓ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ મોરબીના છે અને આ તમામ ખેલાડીઓ છેલ્લા ઘણા વર્ષોથી ધ રોર ક્રિકેટ ક્લબ મોરબી ખાતે તાલીમ લઈ રહ્યા છે.

ધ રોર ક્લબના ડાયરેક્ટર ડો.અલી ખાને જણાવ્યું હતું કે વેસ્ટર્ન ઝોનની આ ટીમ તામિલનાડુના મદુરાઈ શહેરમાં 21 થી 30 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લેશે જેમાં ભારતના કુલ 8 ઝોન અને દુબઈ અને ઓમાનની ટીમો પણ સામેલ છે અને તે પહેલા ભોપાલમાં ત્રણ દિવસીય પ્રિ-નેશનલ કેમ્પનું આયોજન કરવામાં આવશે. 
દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી અરવિંદ કુમારે તમામ પસંદગી પામેલા ખેલાડીઓ અને તેમના માતા-પિતાને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં સારો દેખાવ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.