Friday - Oct 16, 2026

વરિયા પ્રજાપતિ સમાજ માટે ગૌરવની ક્ષણ પૂજ્ય વાસુદેવ મહારાજનું ભવ્ય સન્માન.

વરિયા પ્રજાપતિ સમાજ માટે ગૌરવની ક્ષણ પૂજ્ય વાસુદેવ મહારાજનું ભવ્ય સન્માન.

‘અનંત વિભૂષિત જગતગુરુ રામદેવાચાર્ય’ની પદવીથી વિભૂષિત પ.પુજ્ય વાસુદેવ મહારાજનું ભવ્ય સન્માન વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગર: થાનગઢ/પીપળીધામ :- પરમ પૂજ્ય ભક્તરાજ વાસુદેવ મહારાજને ભારતવર્ષના સંતો દ્વારા ‘શ્રી શ્રી અનંત વિભૂષિત જગતગુરુ રામદેવાચાર્ય’ની ગૌરવપૂર્ણ પદવી એનાયત કરવામાં આવતાં વરિયા પ્રજાપતિ સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. આ ઐતિહાસિક પ્રસંગે વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા પીપળીધામ સ્થિત રામદેવપીર પીઠ, અને સવાભગતની જગ્યા ખાતે બાપુનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

પરમ પૂજ્ય ગુરુદેવ બળદેવદાસ મહારાજની ગુરુપરંપરામાં શોભતા અને રામદેવપીર પીઠ સાથે સંકળાયેલા બાપુને પ્રાપ્ત થયેલી આ પદવી સમગ્ર સમાજ માટે ગૌરવરૂપ ક્ષણ બની છે. આ પ્રસંગે મોરબી, વાંકાનેર, થાનગઢ અને મકનસર સહિત વિવિધ ગામોમાંથી 60 જેટલા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ બાપુને ચાંદીનો ઘોડો, ફૂલહાર, શાલ ભેટ સ્વરૂપે અર્પણ કરીને ભાવપૂર્વક સન્માન કર્યું હતું.

આ સન્માન સમારોહ માત્ર વ્યક્તિગત સન્માન પૂરતો સીમિત ન રહેતાં ધર્મ, આસ્થા, શ્રદ્ધા, ભક્તિ, ભજન અને ગુરુપરંપરા પ્રત્યેની વરિયા પ્રજાપતિ સમાજની અતૂટ નિષ્ઠાનું પ્રતીક બન્યો હતો. વિવિધ ગામોના આગેવાનોની એકસાથે ઉપસ્થિતિએ સમાજની એકતા, સંગઠનશક્તિ અને સંતપરંપરા પ્રત્યેના આદરભાવને સુંદર રીતે પ્રસ્તુત કર્યો હતો.

આ પ્રસંગે બાપુને પ્રાપ્ત થયેલી આ ગૌરવપૂર્ણ પદવી અંગે પોતાના ભાવ વ્યક્ત કરતાં વાસુદેવ મહારાજે જણાવ્યું હતું કે, આ સિદ્ધિ સવારામ સાહેબના ભજનપ્રતાપ, તેમની ગુપ્ત ચેતના અને બાર બીજના ધણી રામદેવપીરના અસીમ આશીર્વાદનું ફળ છે. બાપુના આ ભાવથી ભક્તિ, સાધના અને ગુરુપરંપરાની મહત્તા ઉજાગર થઈ હતી.

આ સમગ્ર સન્માન સમારોહના આયોજનનો શુદ્ધ ભાવ ગોપાલભાઈ આંબાભાઈ નારણીયાનો હતો. તેમના આ વિચારને સમાજના આગેવાનો દ્વારા આવકારવામાં આવ્યો હતો અને સૌના સહયોગથી આ ગૌરવપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વરિયા પ્રજાપતિ સમાજના ગુરુદેવ મેહુલદાસ બાપુ, ગુરુ કેસવદાસબાપુના શિષ્યપરંપરા સાથે સંકળાયેલા તથા ચાપબાઈના હડમતિયા નકલંકધામ ઠાકર મંદિરના મહંત વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

થાનગઢથી સામાજિક આગેવાન સંજયભાઈ બદરેખીયા, પ્રમુખ અમરશીભાઈ અંદોદરીયા, જગદીશભાઈ સવાડીયા અને ભવાનભાઈ જેરામભાઈ; વાંકાનેરથી કવિશ્રી હર તરીકે જાણીતા હર્ષદરાય પ્રજાપતિ, મગનભાઈ તળશીભાઈ કણસાગરા, લોકસાહિત્યકાર ડાયાલાલ મંત્રીશ્રી, જગદીશભાઈ દેવકરણભાઈ પ્રજાપતિ અને દિનેશભાઈ કણસાગરા; મોરબીથી પ્રમુખ ગોકળભાઈ ભોરણીયા, પ્રવીણભાઈ વાહણેશીયા, રતિભાઈ નારણીયા, સંજયભાઈ અમરશીભાઈ અને નાથાબાપા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત અમદાવાદથી ઓસ્કાર એવોર્ડના ફાઉન્ડર અનીલભાઈ અંદોદરીયા, નંદુભાઈ સાણજા, ધુંટુ, મકનસરથી નૈમિષ વાણેશીયા, કીરીટભાઈ બોપલીયા, મુકેશભાઈ પ્રજાપતિ સહિત અનેક આગેવાનો અને ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની આયોજનના શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

રામદેવપીર ની આરતીનો લ્હાવો લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત સૌએ સાથે બેસીને ભોજનપ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, ગુરુપ્રત્યેની શ્રદ્ધા અને સામાજિક એકતાના સુંદર માહોલમાં સંપન્ન થયો હતો.

પરમ પૂજ્ય જગતગુરુ રામદેવાચાર્ય ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજનું આ સન્માન વરિયા પ્રજાપતિ સમાજ માટે યાદગાર અને ગૌરવપૂર્ણ પ્રસંગ બની રહ્યું છે. સંતોના આશીર્વાદ, ગુરુપરંપરાની પ્રેરણા અને સમાજના સહકારથી આવાં ધાર્મિક તથા સામાજિક આયોજનો સમાજમાં એકતા અને સંસ્કારોને વધુ મજબૂત બનાવે છે.

વરિયા પ્રજાપતિ સમાજ માટે ગૌરવની ક્ષણ પૂજ્ય વાસુદેવ મહારાજનું ભવ્ય સન્માન.
વરિયા પ્રજાપતિ સમાજ માટે ગૌરવની ક્ષણ પૂજ્ય વાસુદેવ મહારાજનું ભવ્ય સન્માન.
વરિયા પ્રજાપતિ સમાજ માટે ગૌરવની ક્ષણ પૂજ્ય વાસુદેવ મહારાજનું ભવ્ય સન્માન.
વરિયા પ્રજાપતિ સમાજ માટે ગૌરવની ક્ષણ પૂજ્ય વાસુદેવ મહારાજનું ભવ્ય સન્માન.
વરિયા પ્રજાપતિ સમાજ માટે ગૌરવની ક્ષણ પૂજ્ય વાસુદેવ મહારાજનું ભવ્ય સન્માન.
વરિયા પ્રજાપતિ સમાજ માટે ગૌરવની ક્ષણ પૂજ્ય વાસુદેવ મહારાજનું ભવ્ય સન્માન.