Friday - Jul 03, 2026

હળવદના ઈંગોરાળા ગામે જુગાર રમતા છને ઝડપી લેતી પોલીસ

હળવદના ઈંગોરાળા ગામે જુગાર રમતા છને ઝડપી લેતી પોલીસ

હળવદ : હળવદ પોલીસે બાતમીને આધારે ઈંગોરાળા ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જીગ્નેશભાઇ દેવજીભાઇ કાવર, પ્રવિણકુમાર ઘોઘજીભાઇ કાવર, વિનોદભાઇ બચુભાઇ બારણીયા, ધનરાજસિંહ ફતેસિંહ ઝાલા, લાલજીભાઇ જેરામભાઇ બજાણીયા અને આશારામભાઇ ઘોઘાભાઇ જોગયાણીને રોકડા રૂપિયા 21,300 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.