Saturday - Oct 03, 2026

વાંકાનેરમાં જુગાર રમતા 6 ઝડપાયા

વાંકાનેરમાં જુગાર રમતા 6 ઝડપાયા

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના ઝાપા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડતા આરોપી મુસ્તુફા રસુલભાઈ મરડીયા, સોયબ રસુલભાઈ વડાવીયા, રોહિત પાંચાભાઈ બારૈયા, કિશન ધનજીભાઈ ધરજીયા, નિલેશભાઈ બાબુભાઇ સોલંકી અને રવિ ગોબરભાઈ સોલંકીને રોકડા રૂપિયા 14,720 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.