વાંકાનેરના રાજગઢ ગામ વર્ષોથી પાણીની ગંભીર સમસ્યાથી પીડિત છે. જેમાં આ ગામમાં નર્મદાના નીરને જોડતી લાઈન જ નથી. તેથી ગામલોકોનું અસ્તિત્વ બોરના પાણી ઉપર જ ટકેલું છે. મીઠું પાણી આવતું જ ન હોવાથી ગામલોકોને ક્ષારયુક્ત બોરનું પાણી પીવું પડે છે. તેથી ગામલોકો ભારે હાલાકી પડતી હોય નર્મદા લાઈનમાંથી મીઠું પાણી આપવાની માંગ કરાઈ છે.
વાંકાનેર તાલુકાના રાજગઢ ગામના સરપંચ શંભુભાઈ વીંજવાડિયાના કહેવા મુજબ તેમનું ગામ રાજાશાહી વખતનું હોય અને હાલ ગામની વસ્તી 600ની હોય આ વસ્તી ખેતી અને પશુપાલન ઉપર નભતા હોય સિયાઈની સુવિધા ન હોય ખેડૂતોને વરસાદ ઉપર જ નભવું પડે છે અને વરસાદ આધારિત જ ખેતી થાય છે. જ્યારે વરસાદ પડે ત્યારે સારો પાક થાય અને વરસાદ ઓછો પડે ત્યારે પાકની માઠી અસર થાય છે. જો કે ગામમાં પશુપાલનનો વ્યવસાય હોવા છતાં પશુઓ માટે દવાખાનું કે લોકો માટે પણ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નથી. આથી લોકોને બીમારીઓમાંથી સાજા થવા માટે 10 કિમી દુર લૂંણસર ગામે જવું પડે છે. આ ઉપરાંત ગામમાં અઠવાડિયામાં એકવાર ડોકટર આવે છે. ગામમાં સુવિધાઓ જોઈએ તો ગામમાં 1થી 8 પ્રાથમિક શાળા, ગામની અંદરના 50 ટકા રોડ રસ્તા સારા, ભૂગર્ભ ગટર પણ 50 ટકા કંપ્લેટ છે. કચરા નિકાલ માટે વાહન આપ્યા ન હોય એટલે ગ્રામ પંચાયત દ્વારા જાતે જ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે. તેમજ આ ગામને જોડતા તમામ રસ્તા કાચા છે. મુખ્ય રસ્તાનું નાલુ તૂટી ગયું હોય હાલ ચોમાસામાં નીકળી શકાય એમ ન હોવાથી તેને રીપેર કરવાની માંગ ઉઠી છે.