Thursday - Aug 13, 2026

મોરબીની ફેક્ટરીમાં ઉપર ચડી સફાઈ કરતી વખતે પતરું તૂટી પડતા નીચે ખાબકેલા શ્રીમિકનું મોત

મોરબીની ફેક્ટરીમાં ઉપર ચડી સફાઈ કરતી વખતે પતરું તૂટી પડતા નીચે ખાબકેલા શ્રીમિકનું મોત

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામે ફેક્ટરીમાં પતરા ઉપર ચડી સફાઈ કરતી વખતે અચાનક પતરું તૂટી જતા ઉંચાઈ પરથી નીચે પટકાયેલા કાનજીભાઈ વિક્રમભાઇ પરમાર ઉ.22 રહે.રફાળેશ્વર વાળાને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.