Sunday - May 03, 2026

મોરબીમાં રાત્રે ઠંડીમાં ઠુઠવાતા 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન અપાયું

મોરબીમાં રાત્રે ઠંડીમાં ઠુઠવાતા 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન અપાયું

મોરબી : હમણાંથી કાતિલ ઠંડીમાં રાહત થઈ છે. 31 ડીગ્રી મહત્તમ તાપમાન ઉંચું જતા દિવસભર ઉનાળા જેવું વાતાવરણ રહે છે અને રાત્રે લઘુતમ તાપમાન 10થી 12 ડીગ્રી આસપાસ રહેતા રાત્રે ઠંડી રહેતી હોય શહેરમાં ફૂટપાથ પર રહેતા ઘર વિહોણા લોકો પાસે પૂરતા ગરમ વસ્ત્રો પણ  ન હોવાથી રાત્રે ઠંડીમાં તેઓ રીતસર ઠુઠવાઈ જતા હોવાથી મોરબી મનપાએ સંવેદના દાખવીને ફૂટપાથ પરના 36 ઘરવિહોણા લોકોને તમામ સુવિધા સાથે સલમાન રીતે આશ્રયસ્થાનમાં ખસેડયા છે.
 

મોરબીમાં રાત્રે ઠંડીમાં ઠુઠવાતા 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન અપાયું
મોરબીમાં રાત્રે ઠંડીમાં ઠુઠવાતા 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન અપાયું

મોરબીમાં મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. દરમિયાન મોરબી મનપાના કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા તથા સંસ્થાના સ્ટાફ દ્વારા રાત્રી સમયે ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલીંગ દ્વારા આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની  કામગીરી કરવામાં આવી હતી. જેથી ઠંડીને કારણે ઘરવિહોણા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુથી રાત્રી દરમ્યાન નાઈટ-ડ્રાઈવનું આયોજન કરી શહેરી ઘરવિહોણા લોકોને આશ્રયગૃહમાં તબદીલ કરવામાં આવેલા હતા.આ ડ્રાઈવ દ્વારા 36 ઘરવિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોચાડવામાં આવ્યા હતા. તેથી મોરબી મહાનગરપાલિકા દ્વારા આશ્રયગૃહમાં વધુને વધુ ઘરવિહોણા લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.