Tuesday - May 19, 2026

ખાખરાળામાં શૌર્ય પર્વ: ડાંગર કુળના વીરોનો પાટોત્સવ અને પ્રતિમા અનાવરણ મહોત્સવ યોજાયો ગયો.

ખાખરાળામાં શૌર્ય પર્વ: ડાંગર કુળના વીરોનો પાટોત્સવ અને પ્રતિમા અનાવરણ મહોત્સવ યોજાયો ગયો.

મોરબી: મોરબીના ખાખરાળાની પવિત્ર ધરા પર તાજેતરમાં ઇતિહાસ અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ડાંગર કુળના અમર પૂર્વજોની શૌર્યગાથાને જીવંત રાખવા માટે ૧૪ અને ૧૫ મે ૨૦૨૬ દરમિયાન ભવ્ય ‘સુરાપુરા ધામ’ પાળીયા ને પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ડાંગર કુળનો ભવ્ય ઇતિહાસ: વીર પુંજાબાપુ ડાંગર મોરબીના મહારાજ અલીયોજીના પરમ મિત્ર અને મુખ્ય રાજકીય સલાહકાર, જેમણે રાજ પ્રત્યે અડગ નિષ્ઠા નિભાવી હતી.

‘હમીર હાથી’ અને મેસુરબાપુ:પુંજાબાપુના બે સિંહ સમાન પુત્રો. પડધરીના ધીંગાણામાં પોતાના ખભેથી લોખંડી કમાડ ઉખેડી નાખનાર હમીરબાપુ 'હમીર હાથી' તરીકે ઓળખાયા. લતીપરના મેદાનમાં ધર્મ અને ધરતી કાજે ખપી જનાર આ વીરોની યાદમાં આજે પણ ખાખરાળામાં ૧૬ સ્તંભનું ભવ્ય દેવળ મોજૂદ છે.

ખાખરાળામાં શૌર્ય પર્વ: ડાંગર કુળના વીરોનો પાટોત્સવ અને પ્રતિમા અનાવરણ મહોત્સવ યોજાયો ગયો.

આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત મૂર્તિ પ્રતિષ્ઠા અને ભવ્ય પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યુ હતું.

જેમાં ૧૫ મેના રોજ સંતો-મહંતોના વરદ હસ્તે વીર પુરુષ હમીરબા (હાથી) ડાંગરના ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

 આ સાથે જ ‘સુરાપુરા ધામ’ ખાતે પુંજાબા, મેસુરબા અને હમીરબાની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ સાથે પુનઃ સ્થાપના કરાઈ હતી.


આ સાથે મહોત્સવ અંતર્ગત ૧૫ મેની સાંજે ભવ્ય 'મહારાસ' અને રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન થયું હતું. જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો *દેવરાજ ગઢવી, વાલાભા ગઢવી, લાખાભાઈ કુંભારવાડીયા અને રાજુભાઈ આહીરે, વીરરસ અને ભક્તિ રસની હેલી વરસાવી હતી.

આ પ્રસંગે રુદ્રાણી જાગીર, વોંધ નવલાખુ થડ (આઈ જહુમાં), તારાણા (મૂળિઆઈ માં), પાળીયાદ ધામ, બગથળા નકલંક ધામ અને જાજાસર જગ્યાના મહંત નંદા ભગત સહિતના પૂજ્ય સંતો-મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા.

સમસ્ત ડાંગર પરિવાર માટે યોજાયેલા આ ઐતિહાસિક પ્રસંગે અને મહાપ્રસાદ માં પરિવારના મોભી તથા રાજકોટના પૂર્વ મેયર અશોકભાઈ ડાંગરે સમગ્ર ડાંગર પરિવારને સંપ રાખી, સાથે ચાલીને સમાજના કાર્યોમાં યોગદાન આપવા હાકલ કરી હતી.