Monday - Jul 06, 2026

હળવદના માનસર ગામે શક્તિ માતાજીનો ૧૨ મો મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

હળવદના માનસર ગામે શક્તિ માતાજીનો ૧૨ મો મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામના દોરળા પરીવારના શક્તિ માતાજી તેમજ સુરાપુરાદાદાનુ મંદિર આવેલુ છે દોરાળા પરીવારના આસ્થાના પ્રતિક શક્તિ માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોસ્તસવમાં આજે ૧૨ વરસ પૂરા થતા ઉજવણી કરવામા આવી સવારમા માંડવા રોપણ હોમ હવન બપોરે મહાપ્રસાદ તેમજ રાત્રે ડાકલાની રમઝટ સહિતનાકાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું હતું, હોમ હવન મા રાજુભાઈ દવેએ મંત્રોચાર કાર્ય હતા, કર ના ભૂવા દુદાભાઈ પઢિયાર ભૂવા માયાભાઈ તેમજ મછો માતાજીના ભૂવા જલાભાઈએ પરિવારને આશીર્વાદ આપ્યા હતા, આ દોરાળા પરિવારના શુભ પ્રસંગે માતાજીના મંદિરને શણગારવામાં આવ્યું હતું, મોટી સંખ્યામાં મહેમાનોએ હાજરી આપી મહાપ્રસાદનો લાભ લીધો હતો, આવતીકાલે સવારમા માંડવો વધાવવામા આવશે. આ પ્રસંગને સફળ બનાવા દોરાળા પરીવારના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી છે.

હળવદના માનસર ગામે શક્તિ માતાજીનો ૧૨ મો મહોત્સવ ધામધૂમથી ઉજવાયો