Saturday - Feb 14, 2026

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ઉભરાતી ગટર, ખરાબ રસ્તા મામલે ચક્કાજામ

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ઉભરાતી ગટર, ખરાબ રસ્તા મામલે ચક્કાજામ

અનેક રજુઆત છતાં નક્કર કામગીરી ન થતા રોષે ભરાયેલા વેપારીઓ અને સ્થાનિકો રોડ ઉપર ઉતર્યા

મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ઉભરાતી ગટર, બિસ્માર રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો અને વેપારીઓએ ચક્કાજામ કર્યો હતો. મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયું હોવા છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં વહીવટી તંત્ર નિષ્ફળ ગયું હોવાનો સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. જોકે પોલીસ સમજાવટ બાદ ચક્કાજામ દૂર કરવામાં આવ્યો છે.

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ઉભરાતી ગટર, ખરાબ રસ્તા મામલે ચક્કાજામ

સ્થાનિકોએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન રોડ પર સતત ગટરના પાણી ઉભરાય છે, જે રોડ ઉપર અને દુકાનોમાં ઘૂસી જાય છે. આના કારણે વાહન ચાલકો અને દુકાનદારોને ભારે હાલાકી પડી રહી છે. રોડની હાલત એટલી ખરાબ છે કે તે ચાલવા યોગ્ય નથી. અનેક વિસ્તારોમાં રસ્તાઓ ખોદીને મૂકી દેવાયા છે, પણ બનતા નથી.

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ઉભરાતી ગટર, ખરાબ રસ્તા મામલે ચક્કાજામ

ગટરના ઉભરાતા પાણી અને બિસ્માર રસ્તાના કારણે છેલ્લા ત્રણ મહિનાથી દુકાનદારોના ધંધા રોજગાર પર અસર પડી છે, અને વેપાર-ધંધા ઠપ થઈ ગયા હોવાના આક્ષેપો કરાયા છે. સ્થાનિકોએ અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાઓનું નિવારણ ન આવ્યું હોવાના આક્ષેપો કરાયા છે.

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ઉભરાતી ગટર, ખરાબ રસ્તા મામલે ચક્કાજામ

સ્થાનિક મહિલાઓના જણાવ્યા મુજબ છેલ્લા દોઢ મહિનાથી આ પરિસ્થિતિ છે. મહાપાલિકા તેમજ ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં નિવારણ થયું નથી. શેરીઓમાં ચાલી ન શકાય તેવી સ્થિતિ છે અને વૃદ્ધોને પડવાની ભીતિ છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઘરની આંગણે એક ડોલ પાણી છાંટવાથી કે સાફસફાઈ કરવાથી રૂ. 500 નો દંડ લેવાય છે, પણ રોડ ઉપર કોઈ સેફ્ટી નથી. માધાપર રોડ પર પણ સેફ્ટી નથી અને કહેવા જઈએ તો લુખી દાદાગીરી કરાય છે. આ ચક્કાજામને કારણે મુખ્ય રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી અને વાહનોના થપ્પા લાગી ગયા હતા. જોકે, પોલીસની સમજાવટથી આ ચક્કાજામ દૂર કરવામાં આવ્યો હતો.
 

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ઉભરાતી ગટર, ખરાબ રસ્તા મામલે ચક્કાજામ

ગઈકાલે અને આજે વહેલી સવારે ગટરની લાઇન અંગે રજૂઆત કરાતા અધિકારીઓ દ્વારા લાઈનમાં ધૂળ આવી ગઈ હોવાનું જણાવાયું હતું. સ્થાનિકોમાં રોષ છે કે એક મહિનો થયો હોવા છતાં અધિકારીઓથી ધૂળ સાફ થઈ નથી. વળી, ચેમ્બર બનાવવાની ખાતરી આપ્યાને પણ બે મહિના વીતી ગયા છતાં ચેમ્બર બની નથી. અધિકારીઓ દ્વારા સમસ્યાના નિરાકરણ માટે હૈયાધારણા આપવામાં આવી છે, પરંતુ હવે કામગીરી થશે કે કેમ તે જોવાનું રહ્યું.