Tuesday - Apr 21, 2026

હળવદના શીવપુર ગામે જુગાર રમતા સાત ઝબ્બે

હળવદના શીવપુર ગામે જુગાર રમતા સાત ઝબ્બે

હળવદ : હળવદ તાલુકાના શિવપુર ગામની સીમમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા સાત આરોપીઓને રોકડા રૂપિયા 1,02,800 સાથે ઝડપી લઈ જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢયો હતો.

હળવદ પોલીસની સર્વેલન્સ ટીમે પેટ્રોલીંગ દરમિયાન શીવપુર ગામે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી 1.જયેશભાઈ હરજીવનભાઇ ધોરીયાણી રહે. રોયલ પાર્ક, મહેન્દ્રનગર, મોરબી, 2. કનકસિંહ ઉર્ફે કનુભા ચંદુભા જાડેજા, રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, મોરબી, 3. અમરશીભાઇ વિરજીભાઇ બારીયા રહે. ગ્રીન પાર્ક ઉમા વિલેજ સામે મોરબી 4. રસીકભાઇ બેચરભાઇ કાલરીયા, રહે. ઉમા વિલેજ સામે મોરબી 5. ચંદુભાઇ હરખજીભાઇ જેઠલોજા, રહે. શીવપુર તા.હળવદ 6. લાભુભાઇ રૂગનાથભાઇ દેત્રોજા રહે. મહેન્દ્રનગર ધાયડી વિસ્તાર, મોરબી અને આરોપી 7. વજાભાઇ બાવલભાઇ ચૌહાણ, રહે. શીવપુર તા.હળવદ વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1,02,800 સાથે ઝડપી લઇ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.