Monday - Sep 21, 2026

મોરબીના વાવડી રોડ પર જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

મોરબીના વાવડી રોડ પર જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર આવેલી કારીયા સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. સ્થળ પરથી રૂ.11,500 રોકડા મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે સ્થળ ઉપર જુગાર રમતા અર્જુનભાઇ વિષ્ણુભાઇ નકુમ, આર્યનભાઇ બાલુભાઇ મકવાણા, મોહનભાઇ પ્રેમજીભાઇ હડીયલ, રાહુલભાઇ મનુભાઇ મકવાણા, વિવેકભાઇ હરીભાઇ ભલસોડ, જનકભાઇ અશોકભાઇ ભલસોડ અને કેવલભાઇ જેન્તીલાલ ભલસોડને ઝડપી લીધા હતા. પોલીસે તમામ આરોપીઓ પાસેથી મળેલા રોકડ રૂ.11,500 કબજે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.