Monday - May 04, 2026

મોરબી પંથકમાં ત્રણ સ્થળે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

મોરબી પંથકમાં ત્રણ સ્થળે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

મોરબી : મોરબી શહેર તેમજ મોરબી તાલુકા પોલીસ દ્વારા જુગાર અંગેના અલગ અલગ ત્રણ દરોડામાં સાત જુગારીઓને પકડી લેવામાં આવ્યા હતા.જેમાં સર્કિટ હાઉસ પાસે તેમજ આમરણ ગામે તીનપતિ તેમજ જુના ઘુંટુ રોડ પર વરલી મટકાનો જુગાર ઝડપી લેવાયો હતો.

પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સર્કિટ હાઉસ પાસે મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રાકેશ ભુપતભાઇ સકેરા રહે. મફતિયાપરા, સર્કિટ હાઉસ પાસે, પ્રતાપ સવસીભાઈ દેલવાણિયા રહે.હળવદ રોડ, આઈટીઆઈ સામે, મોરબી અને આરોપી વિજય પરસોત્તમભાઈ વડદોરીયા રહે.શક્ત શનાળા વાળાને રોકડા રૂપિયા 1200 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે જુના ઘુંટુ રોડ પર સિમ્પોલો સિરામિક સામેથી આરોપી સુનિલ રાજુભાઇ વાઘેલાને જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 310 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે આમરણ ગામે બજરંગ હોટલ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી યાસીનમિયા દોલુમિયા બુખારી, તૌફિક અસરફભાઈ બુખારી અને કાદરમીયા મજીદમીયા બુખારી રહે.ત્રણેય આમરણ વાળાઓને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.