મોરબી : ટંકારાના કલ્યાણપર ગામ પાસે ધ્રોલ તરફ જવાના રસ્તે ટ્રેક્ટર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકે રિક્ષાને ઠોકર મારતા રિક્ષામાં સવાર સાત લોકો ઈજા ગ્રસ્ત થયા હતા જેને તાત્કાલિક સારવાર માટે ટંકારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાંથી એક ઇજાગ્રસ્ત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઇજાગ્રસ્તો
(૧) ગફુરભાઈ સિદ્દીકભાઈ જામ ઉંમર વર્ષ 63
(૨) હસીનાબેન ગફુરભાઈ જામ ઉંમર વર્ષ 50 (૩)નજમાબેન જામ ઉંમર વર્ષ 12
(૪) ફિઝાબેન અનવરભાઈ ભટ્ટી ઉંમર વર્ષ 12
(૫) ગુલશન બેન અનવરભાઈ ભટ્ટી ઉંમર વર્ષ 43
(૬) રેશમાબેન ગફુરભાઈ જામ ઉંમર વર્ષ 18
(૭) જન્નત બેન જુસબભાઈ જામ ઉંમર વર્ષ 38