Sunday - May 03, 2026

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા શરૂ

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા શરૂ

મોરબી : મોરબી જિલ્લાની તાજેતરમાં જ વાંકાનેર અને હળવદ નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામમાં બન્ને નગરપાલિકાઓ ભાજપે કબજે કરી હતી. હવે આ બન્ને નગરપાલિકાઓના પ્રમુખની વરણી કરવાની હોવાથી આજે મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે હળવદ નગરપાલિકાના પ્રમુખ માટે બપોરે 3 વાગ્યે સેન્સ લેવાશે.

આજે મોરબી જિલ્લાની વાંકાનેર અને હળવદ એમ આ બન્ને નગરપાલિકામાં પ્રમુખ પદની ઉમેદવારી માટે સેન્સ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.  વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જેમાં પ્રમુખ પદ માટે મીનાબેન ઠાકર, ઉર્વશીબેન પંડ્યા અને ફોરમબેન રાવલના નામની ચર્ચા કરવામાં આવી રહી છે.વાંકાનેર પાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાલ ચાલુ હોય જેની સીટ મહિલા અનામત હોઈ ડિમ્પલબેન સોલંકી  અને રીનાબેન વરિયાના નામની ચર્ચા કરવામાં આવી રહી છે. જ્યારેહળવદ નગરપાલિકા માટે આજે બપોરે 3 વાગ્યે સેન્સ પ્રક્રિયા યોજાશે.