Saturday - Jul 04, 2026

મોરબીને લીલુછમ હરિયાળું બનાવવવા વિનામૂલ્યે રોપા વિતરણ કરાયું

મોરબીને લીલુછમ હરિયાળું બનાવવવા વિનામૂલ્યે રોપા વિતરણ કરાયું

લાયન્સ ક્લબ મોરબી સિટી તેમજ ક્રિષ્ના ચેરીટેબલ & એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ કરાયું

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તથા શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા હરિયાળું મોરબી હરિયાળું ગુજરાત અંતર્ગત વિનામૂલ્યે ફળાવ તેમજ છાંયડો આપતા વૃક્ષના 1500 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીને લીલુછમ હરિયાળું બનાવવવા વિનામૂલ્યે રોપા વિતરણ કરાયું

આ પ્રોજેકટને લાયન્સ ક્લબ મોરબી સિટીના વર્ષ 2025/26 નવા વરાયેલાં પ્રમુખ હરખજીભાઈ સુવારીયાના હસ્તે ખુલો મૂકવામાં આવ્યો હતો. આ તકે લાયન્સ ઇન્ટરનેશનલ (સૌરાષ્ટ્ર કચ્છ)ના પાસ્ટ ફસ્ટ વાઈસ ડિસ્ટ્રિક ગવર્નર અને ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ રૂપાલાએ જણાવેલ કે, મોરબી શહેરના પર્યાવરણ પ્રેમી જનતાએ વધુ વૃક્ષો વાવી વાતાવરણમાં વધુ ઓક્સિજન, ઉનાળામાં પશુ પક્ષીઓને શીતળ છાંયડો મળે અને જળ એક જીવન સુત્રને સાર્થક કરવા પર્યાવરણ પ્રેમી લોકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને પર્યાવરણ પ્રત્યે ખુબ જ પ્રેમ દર્શાવ્યો હતો.

મોરબીને લીલુછમ હરિયાળું બનાવવવા વિનામૂલ્યે રોપા વિતરણ કરાયું

આ પ્રોજેકટને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પૂર્વ પ્રમુખ અને ઝોન 5ના ઝોન ચેરમેન કેશુભાઈ દેત્રોજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેકટમાં પ્રમુખ હરખજીભાઈ સુવારીયા, ખજાનચી ચંદુભાઈ કુંડારીયા તેમજ લા. ભીખાભાઈ લોરીયા, લા. મણીલાલ કાવર, લા.અમરશીભાઈ અમૃતિયા, લા.અમૃતલા સુરાણી, લા. એ. પી.કાલરીયા, પર્યાવરણ પ્રેમી લા. મહાદેવભાઈ ઊંટવાડીયા, લા. મહાદેવભાઈ ચોખલિયા, પ્રાણજીવન રંગપડીયા, લા.રશ્મિકા રૂપાલા, લીઓ વાસુ રૂપાલા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ વિનામૂલ્યે રોપા વિતરણ પ્રોજેકટને લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના ગવર્નર અભયભાઈ શાહ તરફથી શુભેરછા માર્ગદર્શન અને પ્રેરણા મળી હતી તેમ ક્લબના સેક્રેટરી અને ઝોન ચેરમેન લા. કેશુભાઈ દેત્રોજાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું..

મોરબીને લીલુછમ હરિયાળું બનાવવવા વિનામૂલ્યે રોપા વિતરણ કરાયું