Wednesday - Nov 05, 2025

મોરબી પોજીવીસીએલ કચેરીમાં ચોરી કરવા આવેલા શખ્સને સિક્યુરિટીએ ઝડપી લીધો

મોરબી પોજીવીસીએલ કચેરીમાં ચોરી કરવા આવેલા શખ્સને સિક્યુરિટીએ ઝડપી લીધો

મોરબી : મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ પીજીવીસીએલ કચેરીમા ગતરાત્રીના સમયે મેદાનમાં પડેલા વીજ ટ્રાન્સફોર્મરમાંથી પિત્તળના નટ બોલ્ટની ચોરી કરી ઓઇલ ઢોળી નાંખનાર શખ્સને સિક્યુરિટી સ્ટાફે રંગેહાથ ઝડપી લઈ અંદાજે 53 હજારનું નુકસાન કરવા મામલે આરોપી વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મોરબી શહેરના વેજીટેબલ રોડ ઉપર આવેલ પીજીવીસીએલ કચેરીના મેદાનમાં ગત રાત્રિના સમયે આરોપી વલ્લભ સવસીભાઈ કુંઢીયા ઉ.વ.40 રહે.ત્રણ માળીયા, ભીમસર વાળો આંટાફેરા કરતો હોય જેથી પીજીવીસીએલ કચેરીના સિક્યુરિટી સહિતના સ્ટાફે ઝડપી લઈ પૂછપરછ કરતા સંતોષકારક જવાબ નહિ આપી શકતા ચેક કરતા આરોપીના કબ્જામાંથી વીજ ટ્રાન્સફોર્મરના પિત્તળના નટ બોલ્ટ મળી આવ્યા હતા. સાથે જ આરોપીએ ટ્રાન્સફોર્મરમાંથી 410 લીટર ઓઇલ કાઢી નુકશાન કર્યું હોય પીજીવીસીએલમાં નાયબ ઈજનેર ભાવેશકુમાર રામજીભાઈ કુંડારિયા રહે.મિલાપનગર, અવની ચોકડી વાળાઓએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વલ્લભ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.