Saturday - May 02, 2026

મોરબીમાં વૃદ્ધાએ એસિડ પીને જીવન ટુંકાવ્યું

મોરબીમાં વૃદ્ધાએ એસિડ પીને જીવન ટુંકાવ્યું

મોરબી : મોરબી શહેરના જુના જેલ રોડ ઉપર આવેલ વાલ્મિકી વાસ શેરી નંબર -2માં રહેતા મોતીબેન ધમાભાઈ મકવાણા ઉ.વ.70 નામના વૃધ્ધાએ ગત તા.28ના રોજ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.