મોરબીમાં આમ તો અત્યાર સુધીમાં અનેક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. પણ એ માત્ર યુવાનો માટે જ હોય છે. ત્યારે હવે મોરબીમાં ભૂતો ન ભવિષ્યતિની જેમ પ્રથમ વખત 46થી વધુ ઉંમરના ખેલાડીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે 45થી વધુ ઉંમરના ચપળ ખેલાડીઓ માટે આ સુવર્ણ અવસર આવ્યો છે. જેમાં મોરબીની ક્રિકેટ ટીમની ટક્કર કચ્છની ટીમ સાથે થશે. આ ક્રિકેટ મુકાબલો ટી-20 રહેશે. તેથી આ ટુર્નામેન્ટમાં લાયકાત ધરાવતા ખેલાડીઓને ભાગ લેવા માટે આવતીકાલે 30 ઓક્ટોબરે સોમવારના રોજ સવારે 8-30 થી 10-30 દરમિયાન રિયલ ક્રિકેટ એકેડમી ખાતે સિલેક્શન માટે આવવાનું રહીશે. પ્રુફ માટે આધારકાર્ડ ફરજિયાત લાવવાનું રહેશે
આ. ટી-20 મહામુકાબલો તા.5 નવેમ્બરના રોજ રિયલ એકેડમીના લુસ ગ્રીન ગ્રાઉન્ડ ખાતે યોજાશે. મોરબીમાં યોજાનાર આ ક્રિકેટ મહામુકાબલામાં પ્રથમ વખત કચ્છની ટીમમાં 4 વિદેશી ખેલાડીઓ ભાગ લેશે. આથી મોરબીમાં આ ક્રિકેટ મુકાબલો ભવ્ય અને રોમાંચક તેમજ દિલધડક બની રહેશે. વધુ માહિતી માટે નીચેના મોબાઈલ નબર પર સંપર્ક કરવો.