મોરબી : મોરબીના અંબિકા રોડ ઉપર આવેલો વોકળો બે કાંઠે વહેવા લાગ્યો છે. તેનું કારણ એ છે કે, વોકળા ઉપર દબાણો થઈ જતા પાણીનો નિકાલ અટક્યો છે.આથી હાલ સામાન્ય વરસાદમાં પણ આ વોકળો છલોછલ હોવાથી એક સ્કૂટર ડૂબી ગયું હતું.જો કે અહીં સ્કૂલો હોવાથી બાળકો તેમજ અન્ય લોકો પણ વોકળાના પાણીમાં પડી જાય છે. આથી મનપાની ઘોર લાપરવાહી સામે અહીંની મહિલાઓએ છજીયા લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મોરબીના વાવડી રૉડ ઉપર સોમૈયા સોસાયટી પર અંબિકા રૉડના છેવાડે આવેલ રાજાશાહી સમયના કે, જેમા અડધા ગામના વરસાદના અને ગટરોના પાણીનો નિકાલ થાય છે.તે વૉકળાની સફાઈની ક્યારેય સફાઈ જ થતી ન હોય ગંદકીના ગંજ ખડકાવાથી તેમજ આ વોકળા ઉપર ગેરકાયદે દબાણો ખડકાય જવાથી વોકળામાંથી વરસાદી પાણી અને ગટરના પાણીનો નિકાલ અટકી ગયો છે.આથી હાલ સામાન્ય વરસાદમાં પણ આ વોકળામાં પાણીનો ભરાવો થયો હતો અને વોકળો બે કાંઠે વહેતા અહીંથી સ્કૂલે જતા બાળકો સહિતના લોકો પણ પાણીમાં પડી જાય છે.તેમજ આજે એક સ્કૂટર ચાલક વોકળાના પાણીમાં ખાબક્યો હતો અને સ્કૂટર પાણીમાં તણાય ગયું હતું. આથી દોરડા વડે સ્કૂટર કાઢવું પડ્યું હતું. આ વોકળો જોખમી બન્યો હોવાથી આજે આ વિસ્તારના લોકોને સાથે રાખી મોરબી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. મોરબી મહાનગરપાલિકા અને ધારાસભ્ય હાય હાયના નારા લગાવ્યા હતા.તેમજ બહેનોએ છાજીયા લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.