Monday - Jul 06, 2026

વેગડવાવની સરકારી હાઈસ્કૂલ દ્વારા સાયન્સ પ્રોજેક્ટ રાષ્ટ્રીય લેવલે રજૂ કર્યો

વેગડવાવની સરકારી હાઈસ્કૂલ દ્વારા સાયન્સ પ્રોજેક્ટ રાષ્ટ્રીય લેવલે રજૂ કર્યો

મોરબી : RMSA સરકારી માધ્યમિક શાળા વેગડવાવ તા- હળવદ જી- મોરબીમાં શાળાના વર્ગ -2 આચાર્ય રણજીતભાઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ તથા શિક્ષકશ્રીઓ  માધુરીબેન માલવણીયા, કિરીટભાઈ ચૌહાણ તથા પ્રોજેક્ટના માર્ગદર્શક શિક્ષક ભાવેશભાઈ ડાંગરે સમગ્ર ટીમના સંકલનથી રાષ્ટ્રીય કક્ષાની  31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ(National Children Science Congress) તારીખ 3 જાન્યુઆરી થી 6 જાન્યુઆરી 2025 ના રોજ ભોપાલ મધ્યપ્રદેશ ખાતે યોજાયેલ હતી.

સમગ્ર ભારત દેશમાંથી 700 પ્રોજેક્ટ રજૂ થયા હતા. ગુજરાત રાજ્યમાંથી કુલ 22 પ્રોજેક્ટ રજૂ થયા હતા.જેમાં વેગડવાવ  હાઈસ્કૂલ નો ટોલ બુથ અથવા રોડ પર જતા વાહનો દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવું એ  વર્કિંગ મોડેલ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.જેમાં ટીમ લીડર રાઠોડ હિમાંશુ તથા રાઠોડ ધવલ બંને વિદ્યાર્થીઓની અથાગ મહેનતથી અમદાવાદ સાયન્સ સીટી  ખાતે  રાજ્ય કક્ષાએ પ્રોજેક્ટની પસંદગી થતાં  ભોપાલ  ખાતે રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું. બંને વિદ્યાર્થીઓએ મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં વેગડવાવ હાઈસ્કૂલનું તેમજ વેગડવાવ ગામ નું ગૌરવ વધાર્યું છે. આવી જ રીતે ઉત્કૃષ્ટ દેખાવ કરી ભવિષ્યમાં ઉતરોત્તર પ્રગતિ કરે તેવી સમગ્ર શાળાના સ્ટાફ વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.