અબોલ જીવોને મુક્ત કરાવી મોરબીના પિતા - પુત્રનું નામ ખુલ્યું
મોરબી : મોરબી તાલુકા પોલીસે મોરબી - માળીયા હાઇવે પર રવિરાજ ચોકડી પાસેથી બોલેરો ગાડીમાં ક્રૂરતાપૂર્વક ઘેટા - બકરા ભરી કતલખાને ધકેલવાની પેરવીમાં રહેલા પિતા પુત્રને ઝડપી લઈ રૂ.5.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 15 જીવિત ઘેટા - બકરાને મુક્ત કરાવી પશુ પ્રત્યે ક્રુરતા નિવારણ અધિનિયમ અંતર્ગત ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - માળીયા હાઇવે પર રવિરાજ ચોકડી નજીક જીવદયા પ્રેમીઓએ પોલીસની સાથે મળી કાર્યવાહી કરી જીજે - 13 - એએક્સ - 7823 નંબરની બોલેરો ગાડી અટકાવી ચેક કરતા બોલેરોમાંથી બે જીવિત ઘેટા અને 13 બકરા ક્રુરતાપૂર્વક લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ધવલભાઈ કિશોરભાઈ વાગડીયા રહે.દરબાર ગઢ, મોરબી વાળાની ફરિયાદના આધારે આરોપી રાહુલ વાલજીભાઈ વાઘેલા અને વાલજીભાઈ સવસીભાઈ વાઘેલા રહે.શોભેશ્વર રોડ તેમજ ઘેટા - બકરા ભરી આપનાર આરોપી હુસેનશા કાસમશા શેખ રહે.અંજાર કચ્છ વાળા વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રુરતા નિવારણ અધિનિયમ અંતર્ગત ગુન્હો નોંધી કુલ રૂ.5.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 15 અબોલ જીવના જીવ બચાવ્યા હતા.