Saturday - Apr 25, 2026

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો

મોરબી : રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા ગત તાઃ ૨૯/૦૯/૨૦૨૪ ના રોજ લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓ ને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી ખાતે સરસ્વતિ સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ધો. ૯ અને તેથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ, સર્ટીફીકેટ તથા વિવિધ ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.

પ્રમુખ જયેશભાઈ કોટેચાના જણાવ્યા અનુસાર આ કાર્યકમમાં ભાગ લેવા માટે ૨૭૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલ હતા તેમાંથી દરેક ધોરણમાં પ્રથમ અને દ્વીતીય નંબર મેળવનાર ૧૧૫ થી પણ વધુ વિદ્યાર્થીઓને શીલ્ડ અર્પણ કરેલ હતા. તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પપ૦થી પણ વધુ જ્ઞાતીના લોકોએ હાજરી આપી હતી અને કાર્યકમને સફળ બનાવેલ હતો.