મોરબી : મોરબીના ધોળેશ્વર રોડ ઉપર આવેલ શાંતિવન આશ્રમ ખાતે તા. 4/12/2025ને ગુરુવાર રાત્રે 10:00 કલાકે સદગુરુદેવ સંત કેશવાનંદ બાપુની 26મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકારો શૈલેષ મહારાજ અને લલીતાબેન ઘોડાદ્રા પ્રાચીન ભજનોની રમઝટ બોલાવશે. નોંધનીય છે કે સંત કેશવાનંદ બાપુએ આધ્યાત્મિકતા કેળવી જીવનભર ધોળેશ્વર રોડ ઉપર સેવાની ધૂણી ધખાવી હતી અને શાંતિવન આશ્રમ શરૂ કરીને ભક્તિ અને સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે આવી વિરલ સંત વિભૂતિ કેશવાનંદ બાપુની પુણ્યતિથિએ તેમણે કંડારેલી આધ્યાત્મિકતા અને ભક્તિનું લોકોમાં સિંચન કરવા આ ભક્તિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય જેનો તમામ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.