મોરબી:-મોરબીમાં આજે 22 જાન્યુઆરીના રોજ ગોકુલનગર પ્રાથમીક શાળા,ગોકુલનગર,શનાળા રોડ ખાતે, પ્રોજેક્ટ મુસ્કાન હેઠળ ફાઉન્ડર રુપલબેન રાઠોડ દ્વારા દીકરીઓને શારીરિક સ્વચ્છતા વિશે સમજાવવામાં આવ્યા, જેમાં ગંદા કપડાથી થતા નુકશાન અને સેનેટરી પેડના ફાયદા સમજાવવામાં આવ્યા હતા, ત્યાર બાદ દરેક દિકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા, મેંગોપીપલ પરીવારના મનીષભાઈ રાઠોડે જણાવ્યું હતું આ ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેંગોપીપલ પરીવારના રુપલબેન રાઠોડ,મોનાબેન રાજવીર, કૃણાલભાઈ મેવા,પિયુષભાઇ જોશી,હિતેષભાઇ કોટેચા,શાળાના આચાર્ય વિનોદભાઈ ગોધાણી,શાળાના શિક્ષિકા બહેનો દ્વારા સુંદર જહેમત ઉઠાવવામાં આવી હતી,
મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન છેલ્લા ૭ વર્ષથી રાજકોટ, જામનગર ઉપરાંત વાંકાનેર તથા આજુબાજુના નાના ગામડાઓની હજારો દિકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરે છે. પ્રોજેક્ટ મુસ્કાન વિષે વધુ માહિતિ મેળવવા માટે અને આ અનોખા સતકર્મમાં આપનું અમૂલ્ય યોગદાન આપવા માટે તમે મનીષભાઈ રાઠોડ મો 9276007786 નંબર પર સંપર્ક કેળવી શકો છો.