મોરબીના લખધીરનગર-નવાગામે પીજીવીસીએલની લાઈનમાં શોર્ટ સર્કિર્ટથી 15 વિઘામાં વાવેલો ઘઉંનો પાક સળગી ગયાનો આક્ષેપ ખેડૂતે કર્યો છે. વીજ તંત્રની બેદરકારી આ પાક સળગી ગયો હોવાથી ખેડૂત પરિવાર આફતમાં મુકાય ગયો છે અને વીજ તંત્રની બેદરકારીથી આ 15 વિધા જમીનમાં વાવેલો ઘઉંનો પાક સળગી ગયેલો હોવાથી ખેડૂતે વીજ તંત્ર જ આ પાકનું વળતર ચૂકવે તેવી માંગ કરી છે
મૂળ ઘુનડા ગામના વતની અને હાલ મોરબીના લખધીરનગર-નવાગામના ખેડૂત જગદીશભાઈ ભીખાભાઇ રંગપરિયાએ જણાવ્યું હતું કે, તેમની ખેતીની જમીન લખધીરનગર-નવાગામે આવેલી છે. તેઓએ 15 વિઘા જમીનમાં ઘઉના પાકનું વાવેતર કર્યું હતું. ઘઉંનો પાક પણ તૈયાર પણ તૈયાર થઈ ગયો હતો. આથી તેમને વધુ નફો થાય તેવી આશા હતી. પણ આ આશા ઉપર વીજ લાઈને પાણી ફેરવી નાખ્યું હતું અને ખેડૂતે કરેલી મહેનત માથે પડી હતી. જેમાં તેમના ખેતરમાંથી નીકળતી લખધીરનગર ફીડરની જીવિત વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી અને ઘઉંના પાક પણ આગમાં લપેટાઈ જવાથી 15 વિધા જમીનમાં વાવેલો પાક સળગી ગયો હતો અને આ પાક સળગીને રાખ થઈ જતા મોટું નુકસાન થયું હતું. ઘઉંનો પાક વીજ તંત્રની બેદરકારીથી સળગી ગયો હોવાથી આ પાકનું વળતર વીજ તંત્ર ચૂકવે તેવી ખેડૂતે માંગ કરી છે.