Thursday - Aug 20, 2026

માળીયા મી.ના ચાચાવદરડા ગામે કામ પરથી ઘરે આવવાની માતાપિતાએ ના પાડતા સગીરાએ વખ ઘોળ્યું

માળીયા મી.ના ચાચાવદરડા ગામે કામ પરથી ઘરે આવવાની માતાપિતાએ ના પાડતા સગીરાએ વખ ઘોળ્યું

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ચાચાવદરડા ગામે ખ્રિશા પોલોમર્સ કારખાના રહેતી અને અહીં જ કામ કરતી અનિતાબેન કાલુભાઈ મચાર ઉ.16 નામની સગીરાએ તા.30ના રોજ પોતાના માતા - પિતાને ફોન કરી પોતાના કામ પરથી ઘરે પાછું આવી જવા વાત કરતા માતાપિતાએ ઘેર આવવાની ના પાડતા સગીરાને લાગી આવતા ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.