Thursday - Apr 16, 2026

વાંકાનેરમાં કોર્ટના આદેશ છતાં હાજર ન થનાર આરોપી સામે ફરિયાદ દાખલ

વાંકાનેરમાં કોર્ટના આદેશ છતાં હાજર ન થનાર આરોપી સામે ફરિયાદ દાખલ

વાંકાનેર : વાંકાનેર સિવિલ કોર્ટમાં દાખલ થયેલ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના કેસમાં મહેસાણાના આરોપી વિરુદ્ધ કોર્ટમાં હાજર થવા સમન્સની બજવણી થઈ હોવા છતાં આરોપી કોર્ટમાં મુદતે હાજર નહિ રહેતા કોર્ટે આકરું વલણ અપનાવી આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના કેસમાં આરોપી ગુજરાત સિડ્સ એન્ડ ફર્ટિલાઈઝરના જવાબદાર નરેશકુમાર ધુલાબભાઈ પટેલ વિરુદ્ધ વાંકાનેર સિવિલ કોર્ટમાં વર્ષ 2019મા નોંધાયેલ ફરિયાદ સંદર્ભે મુદતે હાજર રહેવા સમન્સની બજવણી થઈ હોવા છતાં આરોપી મુદતે હાજર નહિ રહેતા સિવિલ કોર્ટના ક્લાર્ક જયદેવસિંહ બચુભા ઝાલાએ આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.