Thursday - Jul 02, 2026

સગીરા ઉપર લગ્નની લાલચે દુષ્કર્મ, આરોપી ઝડપાયો

સગીરા ઉપર લગ્નની લાલચે દુષ્કર્મ, આરોપી ઝડપાયો

મોરબી : મોરબીના એક વિસ્તારમાં રહેતા પરિવારની સગીરા સાથે એક શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ભોગ બનનારની માતા દ્રારા ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનાની ગંભીરતા સમજીને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને લગ્નની લાલચ આપી અપહરણ કરી જવામાં આવી હતી અને બાદમાં વારંવાર તેણીની સાથે શરીર સંબંધ બાંધીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જે સબબ ભોગ બનનારની માતા દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં કાસીમ ઉર્ફે રાજલો ઈબ્રાહીમ ફકીર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદની ગંભીરતા સમજીને અપહરણ, દુષ્કર્મ, પોકસો તથા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. એસસીએસટી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી તથા સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં આ ગુનાના આરોપીની ધરપકડ કરી તેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવી છે.