માળીયા (મી):- હાલ મુસ્લિમ સમાજમાં માહે મોહરમ મહિનો ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇમામે હુસેનની અને કરબલાના શહીદોની યાદમાં ન્યાજે હુસેન સબીલ લગાવવામાં આવ્યું છે. આ સબીલમાં પાણી, શરબત, દુધકોલ્ડ્રિક્સ,બિસ્કીટ, લચ્છી વગેરે લોકોને ફ્રીમાં આપવામાં આવે છે.
આ સબીલ સરવડ ગામના હિન્દુ અને મુસ્લિમની એકતા નું પ્રતીક છે. જેમાં સરવડ ગામના હિન્દુ લોકો પણ સપોર્ટ રહે છે, આ આયોજન પાછળ મુસ્લિમ બિરાદરો મુસ્તાકભાઈ જીવાભાઇ,અલીભાઈ જીવાભાઇ, હાજીભાઈ અબુભાઈ, ઇનુષભાઈ બચુભાઈ, શાહિદભાઈ દાઉદભાઈ, અલારખાભાઈ બચુભાઈ, અને હનીફભાઈ કાસમભાઇ દ્વારા આ સાબીલનું સુંદર આયોજન કરવામાં આવે છે. સરવડ ગામમાં થતા આ સાબીલનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકોને મુસ્લિમ બિરાદરો દ્વારા અપીલ કરવામાં આવી છે.