મોરબીના સામાકાંઠે પાવન પાર્ક સોસાયટીના રોડનું કામ એટલું બધું ધીમી ગતિએ ચાલે છે કે આ લોકસભાની ચૂંટણીથી શરૂ થયેલું કામ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂરું થાય તેવું લાગે છે. આ રોડનું કામ કરાવવામાં અગ્રણીઓ અને લોકોને પારાવારની મુશ્કેલી પડી હતી. હવે કામ શરૂ થયું પણ એમાં મુશ્કેલી પડી રહી છે.
મોરબીના સામાકાંઠે પાવન પાર્ક સોસાયટીના રોડનું કામ 2018માં મંજુર થઈ ગયું હતું પણ રાજકીય રમતને કારણે રોડનું કામ શરૂ થતાં પાંચ વર્ષ વીતી ગયા અને હવે લોકસભાની હમણાં જ ચૂંટણી થઈ ત્યારે આ રોડનું કામ શરૂ થયું છે. પણ રોડનું એટલું ધીમી ગતિએ કામ થઈ રહ્યું છે. એ જોતાં આ રોડનું કામ ત્રણ ચાર વર્ષ પછી આવતી વિધાનસભાની ચૂંટણીએ કામ પૂરું થશે એવો સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો હતો. સોસાયટીના લોકોએ ખૂબ જ પરેશાની વેઠી છે અને હજુ પણ હાલાકી ભોગવી જ રહ્યા છે. કારણ કે રોડને ખોદી નાખવામાં આવ્યો છે અને કપચી રેતીના ઢગલા ખડકી દેવામાં આવ્યા છે.હાલ દદરોજ વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે કાદવ કીચડ થાય છે તેથી લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આથી લોકોએ આ રોડનું કામ યીગ્ય રીતે પણ ઝડપથી પૂરું કરવાની માંગ કરી છે.