ટંકારા:- મોરબીના ટંકારા તાલુકામાં ઓપન થશે સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં 20 જેટલા બહેનોએ ભાગ લઈને પોતાની આવડતનો પરચો આપ્યો હતો, સ્પર્ધામાં નિર્ણય તરીકે ગુજરાતી ટીવી સોના 6500 જેટલા શો કરનાર રસોઈના મહારાણી ક્રિષ્નાબેન કોટેચા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભાગ લેનાર તમામ બહેનોને સર્ટિફિકેટ અને બુક આપવામાં આવી હતી, આ દરમિયાન પ્રથમ નંબરે રસોઈના મહારાણી બનેલા કટારીયા રીનાબેનને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા,
આ સ્પર્ધા નું આયોજન તારીખ 27 ના રોજ સરદાર પટેલ શાળા ખાતે કરવામાં આવ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સોહરવદી આસ્તાનાબેન દ્વારા કરવામાં આવ્યુ હતું જેમાં ઇન્સાન ફિલ્મ ફેડરિક રામભાઈ મહેતા,રોબો ગર્લ શ્રુતિ, ઘનશ્યામભાઈ ઝાલા,હંસાબેન મકવાણા, પીપળીયા જયશ્રીબેન, તેમજ ટંકારા કેક શોપ દ્વારા લાઈવ કેક નો ડેમો સેશન યોજાયો હતો, જે બદલ ઓનર ગણેશભાઈનો તેમજ શાળામાં આયોજન કરવા દેવા બદલ સરદાર પટેલ સ્કૂલના પ્રેસિડેન્ટ વિજયભાઈ ભાડજાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સ્પર્ધામાં બીજા નંબરે સુરૈયાબેન અને ત્રીજા નંબરે પારુલબેન આવ્યા હતા તેમને પણ શીલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા,