મોરબી : રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો (NFSA) હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓને અનાજનું જૂન મહિનાનું વિતરણ 31 મેં સુધીમાં કરવાનું હતું. પણ તેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી તમામ NFSA લાભાર્થીઓને તા. 5 જુન સુધીમાં જૂન મહિનાનું રાશન લેવા પુરવઠા વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જણાવાયુ છે કે, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો (NFSA) હેઠળ સમાવિષ્ટ રાજયના તમામ લાભાર્થીઓને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના" હેઠળ વિનામૂલ્યે મળતા અનાજનો લાભ આપવા માટે સરકાર કટીબધ્ધ છે. આ લાભ મેળવવા માટે અને લાભાર્થીઓને સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સાચા લાભાર્થીઓને નિયત કરેલ ધારા-ઘોરણ પ્રમાણે લાભ મળે તે માટે e-KYC શરુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૮૫ ટકાથી વધુ લાભાર્થીઓએ પોતાનું e-KYC પૂર્ણ કરેલ છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા (NFSA) હેઠળ લાભ મેળવતા તમામ લાભાર્થીઓને અપીલ છે કે, જો આપનું e-KYC બાકી હોય તો ત્વરીત e-KYC કરાવી લેવું અને આપની નજીક વ્યાજબી ભાવની દુકાનો ખાતેથી આપના લાભનું અનાજ મેળવી લેવું.