ગત તા.23 ઓગસ્ટના રોજ રાજકોટ - મોરબી હાઇવે ઉપર જીજે - 03 - બીયું - 3747 નંબરની રીક્ષા લઈ રાજકોટ તરફ જઈ રહેલા મહમદશાહીલ ઇબ્રાહિમભાઈ શાહમદારની રીક્ષાને જીજે - 15 - સીબી - 9808 નંબરની કારના ચાલકે પાછળથી ઠોકર મારતા રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષા નીચે દબાઈ જતા મહમદશાહીલનું મૃત્યુ નિપજ્યું હતું.અકસ્માતની આ ઘટના અંગે મૃતકના મોટાભાઈ અહેમદશા શાહમદાર રહે.પંચાસર રોડ, મોરબી વાળાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.