મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ ત્રણ માળીયા હાઉસિંગ બોર્ડ કવાટર્સમાં રહેતા કાનજીભાઈ મોહનભાઇ મકવાણા ઉ.50 નામના આધેડ રીક્ષા ચાલકે કોઈ અગમ્ય કારણોસર રાત્રીના સમયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.