મોરબી : મોરબી - કચ્છ હાઇવે પર રવિરાજ ચોકડી પુલ પર ગત તા.2જી માર્ચના રોજ રાત્રીના સમયે જીજે - 36 - એએલ - 1710 નંબરની ક્રેટા કાર લઈને જતા મૂળ ધોરાજીના મોટી વાવડી, સુપેડી ગામના વતની અને હાલમાં મોરબીની શ્રીમદ સોસાયટીમાં રહેતા પ્રિતકુમાર નંદલાલભાઈ ભાલોડિયા ઉ.27એ કોઈ અજાણ્યા વાહન પાછળ પોતાની કાર અથડાવી દેતા અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.