Tuesday - Apr 21, 2026

માળિયાના દેરાળા ગામે આજે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ દ્વારા ધુન-ભજન તથા મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે

માળિયાના દેરાળા ગામે આજે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ દ્વારા ધુન-ભજન તથા મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે

દરેક પિતાને તેની પુત્રી પ્રાણથી પણ અધિક પ્યારી હોય છે. પુત્રીને જરાય ઓછા વાના લાગે તો બાપના કોમળ હ્ર્દયમાં ભારે ધ્રાસકો પડે છે. તેથી દીકરીને સમાજના રીત રિવાજમાં ઢળીને સાંસારિક જીવન માટે ઘર બદલવું પડે ત્યારે પિતા ભાવુક બની જાય છે. બાદમાં પિતા પણ કદાચ આ ફાની દુનિયા છોડીને જતા રહે તો તેના માથેથી પિતાની છત્રછાયા ગુમાવતા પુત્રીને ભારે આઘાત લાગે છે. આવા જ એક કિસ્સોમાં માળિયાના દેરાળા ગામે પુત્રીએ પિતાની ઓથ ગુમાવ્યા બાદ હવે તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ આવતી હોય ત્યારે પિતૃ ઋણ ચૂકવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

માળિયા તાલુકાના દેરાળા ગામના સરળ શાતં સ્વભાવ અને આજે પણ લોકો જેમને યાદ કરે એવા સ્વ.નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાની તા.28 માર્ચના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. ત્યારે તેમની પુત્રી અને અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા પિતાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પ, ધુન-ભજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.28 માર્ચના ગુરુવારના રોજ સવારે 8 થી 12 કલાક દરમિયાન શનાળા રોડ પર આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સાંજે 6 કલાકે માળિયા તાલુકાના દેરાળા ગામે સમગ્ર ગામ ધુવાળા બંધ મહાપ્રસાદ તથા રાત્રે 9 કલાકે ધુન-ભજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ રક્તદાન કેમ્પમાં વધાં વધુ રક્તદાન કરવા હેતલબેન પટેલ દ્વારા અપિલ કરવામાં આવી છે.